સાણંદના નવાપુરામાં ગોડાઉન મેનેજર અને સુપરવાઇઝરે ચોરી કરી અઢી લાખનો ભંગાર વેચ્યો

             સાણંદના નવાપુરા ગામના પાટીયા પાસે એક ખાનગી કંપનીના વેરહાઉસમાં નોકરી કરતા મેનેજર અને સુપરવાઇઝરે કંપનીની જાણ બહાર અઢી લાખનો ભંગાર ચોરી કરી વેચી નાખતા ચાંગોદર પોલીસમાં સરખેજના બે ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.                  
                  નવાપુરા પાટિયા પાસે સન રાઈઝ બિઝેકોમ પ્રા. લિ.ના આશીર્વાદ વેર હાઉસમાં અમદાવાદના સરખેજના ગૌરાંગ ઈશ્વરભાઈ સોલંકી વેર હાઉસ મેનેજર તરીકે રાકેશ રમણભાઈ ગજજર વેર હાઉસના સુપર વાઈઝર તરીકે રાખ્યા હતા. ગત તા.22 મેના રોજ કંપનીના માલિકે સેલ્સ મેનેજરને જાણ કરી હતી કે વેર હાઉસ મેનેજર ગૌરાંગ તથા વેર હાઉસના સુપર વાઈઝર રાકેશભાઈ વેર હાઉસમાથી પુઠા તથા જુનુ સ્કેપ કાઢી વેચી દેતા હોય કંપના માલિકે બંને ગૌરાંગભાઈ તથા રાકેશભાઈને બોલાવેલા અને આ પુઠા તથા ભંગાર વેચાણ બાબતે પુછતા કોઈ ભંગાર, નકામા પુઠા વેચલ ન હોવાનું જણાવ્યુ હતું. બીજી તરફ કંપનીએ આશીર્વાદ વેર હાઉસની બહાર લગાવેલા CCTV કેમેરામા જોતા બંને અલગ અલગ દિવસે અને વાહનોમાં પુઠા તથા ભંગાર જેની કિંમત આશરે 2.50 લાખનો મુદ્દામાલની કંપનીના શેઠને જાણ કર્યા વગર વેચી કાઢ્યો હતો. કંપનીના સેલ્સ મેનેજરએ ચાંગોદર પોલીસમાં ગૌરાંગ સોલંકી તથા રાકેશ ગજજર (બંને રહે. સરખેજ) સામે ફરિયાદ કરતાં પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
Social