શાંતિપુરા નજીકના અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

સાણંદના શાંતિપુરા ગામ પહેલા પાટડી તાલુકા એક વૃદ્ધ બાઇક લઈને અમદાવાદ જતાં હતા ત્યારે ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા સ્થળ પર મોત થયું હતું. સમગ્ર બનાવ અંગે ચાંગોદર પોલીસે ટ્રક ચાલક ગુનો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
પાટડીના આદરીયાણામાં રહેતા દેવાભાઈ કાળાભાઇ બજાણીયા હાર્મોનીયમ રીપેરીંગનુ કામ કરતાં હતા, દેવાભાઈ બાઇક લઈને અમદાવાદ હાર્મોનીયમ રીપેરીંગ માટેનો સામાન લેવા માટે જતાં હતા તે સમયે સરખેજ હાઇવે શાંતિપુરા ગામના પાટિયા પાસે એક ટ્રક ચાલકે તેનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી હાઇવે પર બાઇક લઈને જતાં દેવાભાઈને પાછળથી ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા, અકસ્માતમાં તેઓનું સ્થળ પર મોત થયું હતું.

Social