સાણંદમાં અનેક સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં, અંધારાથી આક્રોશિત શહેરની જનતા
સાણંદ નગરપાલિકામાં અંધેર વહીવટની અનેક વાતો તમે સાંભળી જ હશે. ત્યારે વધુ એક વાત હવે ખુદ લાઈટને લઈ સામે આવી છે. સેટેલાઈટ સિટી તરીકે જાણીતા સાણંદના હાઇવે પર સ્ટ્રીટ લાઈટો તો અનેક છે પરંતુ અનેક લાઈટો બંધ અવસ્થામાં છે. અનેક ફરિયાદો છતાં લાઈટો ચાલુ કરવામાં ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સૂરજ ઢળે એટલે સાણંદના હાઇવે પર ઘોર અંધકાર છવાઈ જાય છે. કારણ કે અનેક સ્ટ્રીટ લાઇટના પોલ પર લટકતી અનેક લાઈટો બંધ અવસ્થામાં છે. અડધું સાણંદ જે સ્ટેટ હાઈવે પર વસેલું છે માળીયા હાઈવે પરની સ્ટ્રીટ લાઈટોમાંની અડધા અડધ બંધ રહે છે સાણંદના મેઈન હાઈવે ટ્રાફીકથી દિવસ રાત ધમધમતો રહે છે. ત્યારે હાઈવે પરના અંધારપટને કારણે શહેરની જનતાને ભારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ખાસ કરીને સોમનાથ બસ સ્ટેન્ડ પાસે, જોગણી માતાજી મંદિર પાસે તેમજ એસબીઆઈ બેક આગળ, મુક્તિધામ પાસે, કિલ્લોલ સોસાયટી પાસે ઘણા મહિનાઓથી સ્ટ્રીટ લાઈટોમાંની બંધ અવસ્થામાં છે.