અમદાવાદ જિલ્લામાં ડ્રોન ટેકનોલોજીથી સરવે કરીને મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધાશે : ચાંગોદરમાંથી કામગીરી શરૂ

                    રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડ્રોન ટેકનોલોજી સર્વે તેમજ દવા છંટકાવ પ્રોજેક્ટનો પ્રારંભ સાણંદના ચાંગોદર ખાતેહતી જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય વાહકજન્ય રોગોને નિયંત્રણ કરવા ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની પહેલ આજના યુગમાં ડ્રોન દરેક ક્ષેત્રમાં પોતાની આગવી એપ્લિકેશન ધરાવે છે.
                          સામાન્ય દિવસોમાં લીકેજથી સ્થિર ભરાયેલા પાણી મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુ પરોપજીવીના વિકાસમાં મદદ કરે છે. તેમજ ચોમાસા બાદ સાનુકૂળ પાણીથી ભરાયેલ સ્થળો મચ્છરજન્ય રોગોને પ્રોત્સાહન આપે છે. તેના નિયંત્રણ માટે મચ્છરને લારવા અવસ્થામાં નાબૂદ કરીને તેમના પ્રજનન ચક્રને તોડવું જરૂરી છે. 30 થી 35 ટકા વિસ્તાર જેમાં તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, સાઈડ રોડની ઓફસાઇડિંગ, ખુલ્લી ટાંકીઓ અને ખુલ્લા પાત્રો વગેરે એવા સ્થળો છે જેને ગ્રાઉન્ડ ટીમ દ્વારા શોધવા કે ત્યાં આગળ લારવા સાઈડ સ્પ્રે કરવો સંભવ હોતું નથી. આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા વાહક જન્ય મચ્છર જન્ય રોગોને કંટ્રોલ કરવા માટે એઆઈ /એમએલ આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરાઈ છે.
                      આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો જેના આધારે મળેલ સાઈટ પર કરવાની થતી કામગીરી જેવીકે સાઈટ ની સફાઈ ખુલ્લા પાત્રોનું નિકાલ થઇ જશે અને તેઓ દ્વારા કરેલી કામગીરી ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ મોનિટર કરી શકાશે ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવા અને નાબૂદી શુભારંભના કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મલેરિયા અધિકારી જણાવે છે કે ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ સ્થળની સફાઈના સૂચનો આપ્યા બાદ પણ જો જરૂરી કામગીરી નહીં થાય તો એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરાશે.

Social