ચાણસ્માના પલાસરમાં નજીવી બાબતે બે પરિવારો બાખડ્યા, એક યુવકનું મોત
ચાણસ્માના પલાસર ગામ એક જ જ્ઞાતીના વ્યકતીઓ વચ્ચે સામાન્ય બાબતે ઝગડો થતાં 1 વ્યક્તિનું ધારીયું ધોકા જેવા હથીયારો થી હુમલો કરાતાં કરૂણ મોત થયું હતું. જેનું આરોપીને મરણ જનાર યુવક સાથે મનદુખ થયેલ જેની અદાવત રાખી આરોપીએ ગેરકાયદેશર મંડળી રચી ધોકા ધારીયું જેવા હથીયારો સાથે હુમલો કર્યો હતો
આ હત્યા મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં 12 શખસો સામે ફરીયાદ નોંધાઇ છે જેમાં (1)રાવળ ભરતભાઈ શંભુભાઈ (2) રાવળ બળદેવભાઈ વીરાભાઇ (3) રાવળ રસિકભાઈ શંભુભાઈ (4) રાવળ મહેન્દ્રભાઈ શંભુભાઈ (5) રાવળ ગૌતમ રસિકભાઈ (6) રાવળ લાલાભાઈ મહેન્દ્રભાઈ (7) રાવળ રાજેશભાઈ ભુદરભાઈ (8) રાવળ પીન્ટુ રસિકભાઈ (9) રાવળ સંજય ભુદરભાઈ (10) રાવળ ગોરધન ભરતભાઈ (11) રાવળ મેહુલ ભરતભાઈ (12) રાવળ મહેશ રતિલાલ રહે- તમામ પલાસર તા.ચાણસ્મા જી.પાટણ વાળા સામે ફરિયાદ નોંધાવી છે .
