વૌઠાના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ
દેશમા એક માત્ર ગામ વૌઠા કે જ્યાં સાત નદીઓના સંગમ સ્થળે પરંપરાગત મેળાનો આરંભ થયો છે. આ વર્ષે પાંચ દિવસની જગ્યાએ મેળાનો એક દિવસ વધારવામાં આવ્યો છે
ધોળકા અને આજુબાજુના ખૂબ લોકો પાલ (ટેન્ટ) બાંધીને સળંગ પાંચ દિવસ મેળો માણે છે. પૂનમે દરેક પાલમાં અજાણ્યા મહેમાનો માટે લાડુ બનાવી દિવસભર પ્રસાદ આપી આનંદ માણવામાં આવે છે. ખાણીપીણી, પ્રદર્શનો, સર્કસ, મોતનો કુવા ઉપરાંતના સ્ટોલ્સ સાથે આનંદ-પ્રમોદની વ્યવસ્થા હોય છે. જેની તૈયારી જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા બે મહીના પહેલાથી કરવામાં આવે છે.
આ ઐતિહાસિક મેળાના ઉદઘાટનમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, સ્થાનિક ધારાસભ્ય કીરીટસિંહ ડાભી, માતરના ધારાસભ્ય કલ્પેશ પટેલ, જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી અધિકારીઓ હાજર રહ્યા હતા.

