પીરાણા પાસે લોખંડ ભરેલું ડાલું પલ્ટી મારતાં બારેજાના બાઈક ચાલક યુવકનું મોત, 1ને ઇજા
પીરાણા પાસે ટ્રકે લોખંડ ભરેલા પીકઅપ ડાલાને ટક્કર મારતા લોખંડ ભરેલું ડાલું પલ્ટી મારતાં પાસેથી પસાર થતા બાઈક ઉપર પડતાં બારેજાના યુવાનનું ઘટનાસ્થળ ઉપર મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
બારેજા વૃન્દાવન સોસાયટીમાં રહેતા અજીતસિંહ દિલીપસિંહ વાઘેલાનો 16 વર્ષનો દીકરો કર્ણવસિંહ તેમજ તેનો મિત્ર જ્યનીલ બાઈક પર પીરાણા ગેટ આગળ આવેલ સર્કલ ક્રોસ કરતા હતા તે વખતે અસલાલી સર્કલ તરફથી ટ્રકના ચાલકે ઓવરલોડ લોખંડની એંગલો ભરેલ બોલેરો પીક-અપ ડાલાને ટક્કર મારતા બોલેરો પીક-અપ ડાલાની બાજુમાંથી બાઈક પર પસાર થતા કર્ણવસિંહ તથા જયનીલ ઉપર બોલેરો પીકઅપ ડાલુ પલ્ટી ખાતા તેમાં ભરેલ લોખડની એંગલો નીચે બન્ને દબાઇ જતા કર્ણવને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સ્થળ ઉપર મોત થયું હતું.
જ્યારે જયનીલને શરીરે ગંભીર ઇજાઓ થતા 108 મારફતે એલ.જી.હોસ્પીટલમાં સારવા૨ અર્થે ખસેડાયો હતો. આમ અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવાનના પિતાએ ટ્રક ચાલક તેમજ પીકઅપ ડાલા ચાલક વિરૂદ્ધ અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. પિતાએ કોલ કરતાં રિસિવ કરનારે અકસ્માતની જાણ કરી પિતાએ કોલ કરતા અકસ્માતની જાણ થઇ, જઇને જોયું તો પુત્રનો મૃતદેહ મળ્યો કર્ણવના પિતાએ રાત્રે સાત વાગે મોબાઈલ પર કોલ કરતા કોલ રિસિવ કરનારે અકસ્માતની જાણ કરતા ઘટના સ્થળે પહોંચી જોયું તો પીકઅપ ડાલુ પલ્ટી ખાધેલી હાલતમાં પડેલું અને ત્યાં માણસો લોખંડની એંગલો ખસેડતા હતા અને બાજુમાં દીકરાનો મૃતદેહ પડ્યો હતો.જેને જોઇને પિતા ભાંગી પડ્યા હતા.
