દહેગામડામાં ખેતરમાં ડાંગરના પાકમાં ટ્રેકટર ચલાવી નુકશાન
બાવળા તાલુકાનાં દહેગામડામાં રહેતાં ભરતભાઈ ઘનશ્યામભાઈ ડાભી ખેતીકામ કરીને પોતાનાં કુંટુંબનું ગુજરાન ચલાવે છે. તેમણે કેરાળા જીઆઇડીસી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સવારે સામાજીક કામે ઢેઢાળ વાસણા ગામે જઈને કામ પતાવી દહેગામડા આવવા નીકળ્યા હતાં
અને સાંજના પાંચ વાગ્યે ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલી ભોલરીયા નામના ખેતર નજીક પહોચતાં ગામના વિષ્ણુભાઈ બુટાભાઈ કોળી પટેલ તેમનું સ્વરાજ ટ્રેકટરથી તેમનાં ખેતરમા વાવેતર કરેલા ઉભા ડાંગરના પાકમા ટ્રેકટર ચલાવી ડાંગરના પાકનુ નુકશાન કરતા હોવાથી કહ્યું કે કેમ મારા ડાંગરના પાકમાં કેમ નુકશાન કરો છો. તેમ કહેતા વિષ્ણુભાઇ એકદમ ઉશ્કેરાઇ જઈને જેમફાવે તેમ બીભત્સ ગાળો દેવા લાગતાં તેમને ગાળો બોલવાની ના પાડતા તેમણે કહ્યું કે તમારા મોટાભાઈ બાબુભાઈ મારી પત્ની સાથે કેમ પ્રેમસબંધ બાંધ્યો હતો. તેમ કહી બોલાચાલી ઝઘડો કરીને કહ્યું કે તમે બધા ભાઈઓ મારી નજરે ચડતા નહીં નહીતર તમારી ઉપ૨ ટ્રેકટર ચડાવી જાનથી મારી નાખીશ.તેવી ધમકીઓ આપીને ખેતરમાં આશરે સાત વિદ્યા ખેતરમાં વાવેલા ડાંગરના પાકમાં ટ્રેકટર ચલાવી આશરે એકાદ વિઘામાં ડાંગરના પાકનું નુકશાન કરી ટ્રેકટર લઈને જતા રહ્યા હતાં. જેથી તેમણે કેરાળા જીઆઇડીસી પોલીસમાં તેમનાં વિરૂદ્ધ 25,000 રૂપીયાનું ડાંગરનું નુકશાન કર્યાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.
