ડરણ ગામે વાડામાં ભેંસ આવવા દેવા જેવી બાબતે મારામારી

          સાણંદ બાવળાના ડરણ ગામે ભેસ બાબતે એક જ ફળિયાના બે લોકો વચ્ચે મારામારી થતા સમગ્ર મામલે ચાંગોદર પોલીસમાં સામ સામે ક્રોસ ફરિયાદ દાખલ થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સાણંદના ડરણ ગામે ભરવાડ વાસમાં રહેતા સેંધાભાઈ જીવણભાઈ ભરવાડને ગામના જેતાભાઈ કરમણભાઈએ અમારા વાડામાં ભેસ કેમ આવવા દીધી તેમ કહી ગાળો આપી સેંધાભાઈને ગરદનના ભાગે લાકડી મારી દઈ ત્યારબાદ લક્ષ્મણભાઈ જેતાભાઈ ભરવાડએ સેંધાભાઈને માથાના ભાગે લાકડી મારી હતી અને સેંધાભાઈની પત્ની સોનલબેન છોડાવવા વચ્ચે પડતા લાધીબેન જેતાભાઈ ભરવાડએ સોનલને બરડાના ભાગે પાવડો માર્યો હતો.
બીજી તરફ જેતાભાઇ કરમણભાઈ ભરવાડે ચાંગોદર પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ સેંધાભાઈ જીવણભાઈ ભરવાડને ભેસો છુટ્ટી નહિ મુકવા બાબતે સમજાવવા જતા સેંધાભાઈએ ગાળો આપી હતી અને જેતાભાઇ ઘરે ચાલી નીકળેલ તે વખતે સેંધાભાઈ અને જીવણભાઈ બન્ને જેતાભાઇ પાછળ દોડી જીવણભાઈએ માથાના પાછળના ભાગે ખોળી વાળી લાકડી મારતા જેતાભાઇ નીચે પડી જતા લક્ષ્મણ છોડાવવા માટે વચ્ચે પડતા સેંધાભાઈ એ ડાબા હાથની કોણી ઉપર લાકડી મારી ગડદાપાટુનો માર માર્યો હતો જેમાં બંનેને ઇજાઓ થઈ હતી.

Social