શિક્ષકને સ્વૈછિક નિવૃત્તિ બાદ મળતા લાભો મેળવવા લાંચની માંગણી કરાઈ : ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

મોઘવારીમાં ગુજરાતન ચલવવા માટે લોકો કેટ્લાય માર્ગો અપનાવતા હોય છે પરંતુ તે માટે કોઈના હકની રકમ કે પૈસા તેને આપવા માટે લાંચ લેવી એ કેટલું યોગ્ય ગણાય ? એ વિચારવા જેવી બાબત છે.

મળતી માહિતી મુજબ આવી જ એક ઘટના કલોલ તાલુકામાં બની હતી. કડીની એક શાળાના શિક્ષકે પોતાના અગત કારણોસર સ્વૈછિક નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ તેમણે સમયસર પેન્શન મળવા લાગી હતી. પરંતુ તેમના વૃદ્ધ પિતાની સારવાર કરવા માટે તેમને પૈસા ની જ્રરૂર હતી તેથી સાતમાં પગાર પંચ અને મોઘવારી ભથ્તું મેળવવા માટે તમને વર્તમાન આચાર્ય પાસે માંગણી કરતા આચાર્યે તેમની પાસે ૧૪૦૦૦ રૂની લાંચની માંગણી કરી હતી. જોપ તે શિક્ષક રકમ નહિ અઓએ તો તેમના અન્ય લાભો તેમને મળશે નહિ તેવી ફોન પર શિક્ષક સાથે વાતચીત કરવામાં આવી . શિક્ષકને પૈસા ની જરૂર હોવાથી તેને વાતચીત ફોનમાં રેકોર્ડ કરી ણે પૈસા આપવાની સંમતી દર્શાવી હતી. પરંતુ શિક્ષકણે જ પોતાના હકના પૈસા લેવા માટે લાંચ આપવી પડે તે કેટલું યોગ્ય છે ? તેથી આ મામલે તેમણે ગાંધીનગર પોલીસ સ્ટેશનનમાં ફરિયાદ કરી હતી. હાલ ગાંધીનગર પોલીસસમગ્ર મામલે વિગતો તપાસીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Social