માંડલના રખિયાણામાં વૃદ્ધાની ધોળાદિવસે લૂંટના ઇરાદે હત્યા

          માંડલ તાલુકાના રખિયાણામાં એક વૃદ્ધાની ધોળાદિવસે લૂંટ કરવાના હેતુથી હત્યા કરાઇ હોવાની ઘટના બનતા સમગ્ર ગામમાં ચકચાર મચી છે, તિક્ષ્ણ હથિયાર વડે કાનની બૂટ કાપતાં વધુ લોહી વહી જવાથી મોત નીપજ્યું હોવાનું હાલ પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. ધોળાદિવસે વૃદ્ધની હત્યા થતાં પોલીસ પેટ્રોલીંગ સામે પણ અને સવાલો ઊભા થયા છે. 
        માંડલના રખિયાણામાં રહેતાં નબુબેન ચંદુભાઈ પટેલ (ઉ.વ.75) બપોરે જમીને ઘરે એકલા હતા ત્યારે કોઈ અજાણ્યો શખસ ઘરમાં ઘૂસી ગયો હતો.વૃદ્ધાએ પહરેલા દાગીના જેમાં સોનાની જુદા જુદા દાગીનાની મળી કુલ રૂ.1.20 લાખ લૂંટવાના ઇરાદે વૃદ્ધા ઉપર તિક્ષણ હથિયારનો મારી કાનની બૂટ પર મારતા લોહી વહી જવાથી મોત નીપજ્યું હતું. માંડલ પોલીસે તપાસ આદરી છે.
Social