અમદાવાદમાં લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

અમદાવાદમાં રહેતી સગીરાને તેની પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ થયો હતો. યુવકે સગીરાને લગ્નને લાલચ આપીને અલગ અલગ જગ્યાએ ફેરવી હતી. ત્યાર બાદ એક મહિના અગાઉ યુવકનો જન્મદિવસ હોવાથી યુવક સગીરાને રિવરફ્રન્ટ લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. ત્રણ દિવસ અગાઉ પણ યુવકે સગીરાને રાત્રે મળવા બોલાવી હતી અને પોતાના ઘરે લઈ જઈ ઘરમાં દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાની માતાએ યુવક વિરુદ્ધમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Social