સાણંદ શહેરમાં બંધ રહેતી હાઇવેની લાઈટ ચાલુ કરાઈ
ગત સોમવારે “મનોહર ટાઈમ્સ”એ સાણંદની આ પ્રાથમિક સમસ્યાને વાંચા આપી હતી.
સાણંદના મેઈન હાઈવે ટ્રાફીકથી દિવસ રાત ધમધમતો રહે છે. ત્યારે હાઈવે પરના અંધારપટને કારણે શહેરની જનતાને ભારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ખાસ કરીને સોમનાથ બસ સ્ટેન્ડ પાસે, જોગણી માતાજી મંદિર પાસે તેમજ એસબીઆઈ બેક આગળ, મુક્તિધામ પાસે, કિલ્લોલ સોસાયટી પાસે ઘણા મહિનાઓથી સ્ટ્રીટ લાઈટોમાંની બંધ અવસ્થામાં છે. જેને પગેલ હાલ SBI આગળ, સોમનાથ બસ સ્ટેન્ડ પાસે, જોગણી માતાજી મંદિર પાસે બંધ રહેતી સ્ટ્રીટ લાઈટ પાલિકાએ શરૂ કરી છે.
