સાણંદના ગરોડીયા ગામની સીમમાં અમદાવાદના જમીન દલાલની હત્યાં કરેલ મૃતદેહ મળ્યો : પોલીસે તપાસ આદરી

સાણંદના છેવાડાના અને બોપલ હદ પાસેના ગરોડીયા ગામ સીમમાં અમદાવાદના થલતેજના જમીન દલાલ દિપક પટેલની હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર સાણંદ પંથકમાં ખડબડાટ મચ્યો છે.
દિપક પટેલ 65 વર્ષીય દીપક પટેલ રાત્રે ઘરેથી ગાડી પાર્ક કરવાના બહાને ઘરેથી નીકળ્યા હતા અને મોડી રાત્રે ઘરે ન આવતા દીપક પટેલના પુત્રએ તેમના ફોનનું લોકેશન મેળવી સગા સંબંધીને મોકલ્યું હતું. લોકેશન પર જઈ તપાસ કરતા ઘટનાસ્થળે દીપક પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. દીપક પટેલ જે ગાડીમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા તે ગાડી પણ ગુમ હતી, હત્યારાઓએ મૃતકના માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા નીપજાવી ફરાર થયા હતા.બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક દીપક પટેલ નિવૃત્ત જીવન જીવતા હતા તેમજ જમીન દલાલી સાથે સંકળાયેલા હતા, દીપક પટેલના અમદાવાદ માં થલતેજ અને સરખેજમાં 2 મકાન છે.

Social