કલોલના છત્રાલ રોડ પર કંપનીના કોન્ટ્રાકટર સાથે મારપીટ, 6 શખ્સોએ ગાડીમાં ગોંધી રાખી માર્યો માર
કલોલમાં આરોપીએ કંપનીના લેબર કોન્ટ્રાકટરને અંગત અદાવત રાખી ઢોર માર માર્યો અને ગોંધી રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી. આરોપીઓએ ફરિયાદીને બિસ્લરી કંપનીમા કામગીરી સારી ન હોય નોકરી પરથી છુટા કરી દીધેલા હતા, જે બાબતેની અદાવત રાખી પ્રી-પ્લાન કરી વેગેનાર ગાડીને એક્ટિવ સામે લાવી આંતકી ફરિયાદી તથા સાથેના મિત્રને ગળદા પાટુનો માર મારવાની ફરિયાદ નોંધાઈ છે. સાથે ફરિયાદીને બળજબરી પુર્વક ગાડીમા બેસાડી વડુગામ ખાતે મહાદેવના મંદિર નજીક કાચા ૨સ્તા પર લઈ જઈ તમામ ઈસમોએ ધોકા તેમજ ગળદા પાટુનો માર મારી ગાળાગાળી બોલા ચાલી કરી પુર્વ આયોજીત કાવતરૂ રચી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત પ્રમાણે ફુલદિપસિંગ રાજપુત જેઓ લેબર કોન્ટ્રાકટર તરીકે છેલ્લા 4 વર્ષથી કામ કરી રહ્યાં છે. જેઓ બિસ્લેરી કંપનીમાં મજુરોને કામ પર રાખવા તેમજ તેમના પગાર કરવાનું તેમજ તેમને શીફ્ટ વાઈઝ કામગીરી સોંપવાની જવાબદારી નિભાવે છે. જ્યારે તેમની સાથે બીસ્લરી કંપનીમાં કામ કરતા અમરનાથસિંગની એકટીવા ઉપર ઘરે જવા નિકળેલા હતા. તે વખતે વિન્ડસર કંપની નજીક સર્વિસ રોડ પર પાછળથી એક વેગેનાર ગાડી આવેલી અને તેમની એકટીવાની આગળ એકદમ ઉભી રાખી રસ્તો રોકેલો અને તે ગાડીમાંથી ત્રણ માણસોએ નીચે ઉતરી ફરિયાદીના છાતીના ભાગેથી પકડી એકટીવા પરથી એકદમ નીચે ઉતારી દીધેલ જેથી મારી એકટીવા નીચે પડી ગયેલ અને ફરિયાદીની પાછળ બેસેલ અમરનાથસીંગ પણ નીચે પડી ગયેલ અને જે ત્રણ માણસો નીચે ઉતરેલ તેઓ ફરિયાદી તથા અમરનાથસીંગને એકદમ ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. સાથે ફરિયાદીને ગાડીમાં બળજબરી પુર્વક પાછળની સીટમાં બેસાડી સાથે સીટમા બે માણસો બેસેલ અને આગળની ડ્રાઈવર સીટ પર એક માણસ તે મજ તેની બાજુમાં અન્ય એક માણસ બેસેલ હતો આગળની ડ્રાઇવર સીટમાં બેઠેલ માણસ અશોક ઠાકોર હતો જે અવાર નવાર જીગ્નેશ બારોટ સાથે બિસ્લરી કંપનીમાં આવતો હોય જેથી ફરિયાદી તેને ઓળખતો હતો. જેને ફરિયાદીના મોઢા પર કપડુ બાંધી ગાડીમાં ગડદા પાટુનો માર મારી ફરિયાદી સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે કલોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલી છે.
