IPOમાં રોકાણની લાલચે 42 કરોડની ઠગાઇ કરનાર પતિ-પત્નીની ધરપકડ

2020થી શેરમાર્કેટ અને આઇપીઓમાં રોકાણ કરવાની લાલચ આપી 37 લોકો સાથે રૂ.42 કરોડની ઠગાઇ કરી મહારાષ્ટ્રની લોનાવાલા હોટલમાં રોકાયેલ પતિ-પત્ની જીગર તુલી અને સપના તુલીની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ઠગ દંપતિએ 250 થી વધુ લોકો સાથે અંદાજે 500 કરોડની ઠગાઇ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
રાણીપમાં રહેતા ઠગ તુલી દંપતિ શેરમાર્કેટ અને આઇપીઓમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપતા અને 37 લોકો પાસેથી 42 કરોડ ખંખેરી લીધા હતાં.
જેના પગલે નિકોલમાં રહેતા જલ્પિન ભીમાણી અને બિલાસિયા ગામમાં રહેતા વિજય પટેલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં તુલીપ દંપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી હતી. એ વખતે પોલીસ તપાસથી વાકેફ તુલિપ દંપતિ ફરાર થઇ ગયું હતું અને પોલીસની કામ કરવાની પદ્ધતિથી ટેવાયેલા જીગર તુલી તથા સપના તુલીએ તેમના મોબાઇલ ફોન બદલી નાંખ્યા હતાં.
સીઆઇડી ક્રાઇમે તપાસ વેગ કરીને ઠગ તુલીપ દંપતિની શોધખોળ હાથ ધરી હતી. આ ઠગ દંપતિ પર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. જેના આધારે સીઆઇડી ક્રાઇમે ઠગ દંપતિનું પગેરું મળ્યું હતું. અને મહારાષ્ટ જઇને જીગર તુલીપ અને તેની પત્ની સપના તુલીપ હોટલમાંથી બહાર નિકળ્યા ત્યારે વોચમાં રહેલી સીઆઇડી ક્રાઇમે તેમને ઝડપી લીધા હતાં.

Social