અંધજન મંડળ પાસે વાહન અડફેટે સાઈકલ ચાલકનું મોત

અંધજન મંડળ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા 19 વર્ષીય સાઈકલ ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ઈજાગ્રસ્ત સાઈકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂકરી છે.
મૂળ બિહારના 19 વર્ષીય અંકિતકુમાર ઝા હાલ નવરંગપુરા મીઠાખળી છ રસ્તા પાસેના અશોક ચેમ્બરમાં તેના માતા-પિતા અને બે ભાઈઓ સાથે રહે છે. અંકિત થલતેજ ગુરુદ્વારા પાછળ આવેલી કંપનીમાં નોકરી કરે છે. 14 નવેમ્બરે સવારના સમયે અંકિત નોકરી પર જવા માટે ઘરેથી સાઈકલ લઈને નિકળ્યો હતો. અંધજન મંડળ ચાર રસ્તા પાસે પહોંચ્યો હતો.તે સમયે ઓવરસ્પીડમાં આવેલા અજાણ્યા વાહન ચાલકે અંકિતની સાઈકલને ટક્કર મારી હતી. જેથી અંકિત હવામાં ફંગોળાઈને જમીને પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત અંકિતને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે અંકિતકુમારને મૃત જાહેર કર્યા હતા. ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Social