ઢોર અંકુશ ટીમ પર પશુપાલકોનો હુમલો PSIને લાફો મારી વર્દી પણ ફાડી નાખી

જાહેર રસ્તા અને ખુલ્લામાં રખડતાં ઢોર માટે મ્યુનિ.ના સીએનસીડી વિભાગની ટીમ પૂર્વ અમદાવાદના ઓઢવ સિંગરવા ગામમાં ગઈ હતી. સીએનસીડીની ટીમ, પોલીસ તેમજ પશુમાલિકો વચ્ચે બોલાચાલી થઈ હતી એ પછી પશુમાલિકોએ સીએનસીડી વિભાગના પીએસઆઈને લાફો માર્યો હતો અને ડ્રેસ ફાડી નાખ્યો હતો. સીએનસીડી વિભાગે પકડેલા ઢોરોને પશુમાલિકો છોડાવીને ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ચાર વિરુદ્ધ ફરિયાદ થઈ છે. બે આરોપી પકડાયા છે.
સીએનસીડી વિભાગની ટીમ રસ્તે રઝળતી ગાય પકડી રહી હતી ત્યારે 4 વ્યક્તિ આવી હતી અને ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. પીએસઆઈ વચ્ચે પડતાં તેમને લાફો માર્યો હતો. અંતે 100 નંબર પર ફોન કરી પોલીસ ટીમ બોલાવવામાં આવી હતી. પરંતુ પોલીસ આવે તે પહેલા આ ચારેય ગાય છોડાવી ભાગી ગયા હતા. વિભાગના પ્રશાંત સથવારાએ હુમલાના કેસમાં રિતેશ રબારી, અમિત રબારી સહિત 4 સામે ફરિયાદ નોંધાવી છે. દરમિયાન ગોતા વોર્ડમાં પણ ઢોર રસ્તે રઝળતાં હોવાની ફરિયાદો મળતાં સીએનસીડી વિભાગે તપાસ કરી હતી. અહીં પણ પશુમાલિકો અને ઢોર ત્રાસ અંકુશ વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ટીમે 6 ઢોર પકડી ડબે પૂર્યા છે.

Social