ઉઘરાણીથી બચવા માટે પત્નીને મૃત જાહેર કરી પતિએ મુંડન પણ કરાવ્યું

વસ્ત્રાપુરમાં દારૂના નશે ચઢેલા યુવકને દેવંુ થઈ ગયું હતું. જેથી ઉઘરાણીએ આવતા લોકોથી બચવા માટે જીવતી પત્નીને મૃત જાહેર કરીને મુંડન કરાવી દીધું હતું. એટલું જ નહીં પત્નીને ઘરની બહાર પણ નિકળવા દેતો ન હતો. ત્રણ વર્ષ સુધી પત્નીને ઘરમાં જ રાખી હતી. આખરે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિનો ભાંડો ફૂટ્યો હતો. પત્નીએ પતિને સમજાવવા માટે અભયમની મદદ માંગી હતી અને સમજાવ્યા હતા.
મુંડન કરાવ્યા બાદ બાળકો સ્કૂલે જાય અને પતિને કોઈ કામ અર્થે બહાર જવું હોય ત્યારે પત્નીને ઘરની અંદર પૂરીને જતો હતો. એટલુ જ નહીં બહારથી લોક કરતો હતો જેથી પૈસાની ઉઘરાણીએ કોઈ પણ આવે તો લોક જોઈને જતું રહે. એટલુ જ નહીં બન્ને બાળકોને પણ ઘરની બહાર નિકળ્યા પછી તેની મમ્મીનું મોત થયું હોવાના પાઠ ભણાવ્યા હતા.
અભયમની ટીમે પતિની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતંુ કે, તેને દારૂનું વ્યસન હતુ અને તેની પાસે પૈસા ન હોવાથી લોકો પાસેથી પૈસા મેળવીને દારૂ પીતો હતો. જેના કારણે તેના પર પાંચ લાખનું દેવું થઈ ગયું હતંુ. જેથી લોકો પૈસાની ઉઘરાણી માટે અવાર નવાર ઘરે આવતા હતા. ઉઘરાણીથી તંગ આવીને મારી પત્નીનું મોત થઈ ગઈ હોવાથી ઢોંગ શરૂ હતો. જેના કારણે લોકો અંતિમ વિધિ માટે પૈસા આપવા લાગ્યા હતા અને ઉઘરાણીએ આવતા લોકો પણ બંધ થઈ ગયા હતા.

Social