બોપલ ઈસ્કોન પ્લેટિનમની આગમાં એક મહિલાનું મોત

બોપલમાં વકીલ સાહેબ બ્રિજ નજીક આવેલા ઈસ્કોન પ્લેટિનમમાં શુક્રવારે રાત્રિના લાગેલી આગની ઘટનામાં સારવાર દરમ્યાન એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે આશરે 20 જેટલા લોકોને ગૂંગળામણ થતાં સારવાર હેઠલ ખસેડવામાં આવ્યા છે. ઈસ્કોન પ્લેટિનમની M વિંગમાં આઠમાં માળે શુક્રવારે રાત્રિના ઈલેકટ્રિક ડકમાં અગમ્ય કારણોસર આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ 22મા માળ સુધી પ્રસરી હતી. આગના પગલે સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી.
અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના ધુમાડાના કારણે 20થી વધુ લોકોને ગુંગળામણ થતા ચાર અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં મીનાબેન કમલેશભાઇ શાહ ઉ.વ.૬૪ નુ આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે અન્ય લોકોની હાલ સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આગને કારણે 8 મા માળ થી 22મા માળ સુધીના દરેક ફ્લોર પરના પહેલા બે ફ્લેટને અસર થઈ હતી એમ કુલ 30 ફ્લેટને અસર થઈ હતી. ફલેટમા ફસાયેલ બાળકો, વૃદ્ધો તેમજ સહિત 37 લોકોનુ ફાયર અને મેડીકલ ટીમ સાથે રેસક્યુ કર્યું હતું. પોલીસ અધિક્ષકની સુચના મુજબ મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે થી પોલીસની ત્રણ બસો મંગાવી ફલેટ ધારકો માટે હેડકવાર્ટર ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવીછે. હાલમા બનાવ સ્થળે તંત્ર અને પોલીસ દ્વારા રાહત અને સુરક્ષા વ્યવસ્થા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Social