સાણંદમાં આજે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
યોગ્ય પાત્રતા ધરાવતાં નાગરિકોને મતદાનમાં નામ નોંધાવવા, સુધારા અને કમી બાબતે સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો છે.
આજે રવિવારને તા. 17/11/2024ને સાણંદના તમામ મતદાન મથકો પર સાંજે 5 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં પોતાનું નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા અંગે કેન્દ્ર પરથી અથવા ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. સાથે આગામી તા. 23/11/2024ને શનિવાર અને તા.24/11/2024ને રવિવારે પણ દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું યોજાશે.
ઓનલાઈન www.voterportal.eci.gov.in પર જઈને મતદાનયાદીમાં સુધારો કરી શકશો. આ માટે વધુ માહિતી માટે 1950 હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકશો.
