જામનગર-રાજકોટ હાઇવે પર અકસ્માતમાં 3નાં મોત

જામનગર-રાજકોટ હાઇવે અકસ્માતની ઘટના સામે આવી છે. ધ્રોલ પાસે હાઇવે પર બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં ઘટનાસ્થળે માતા-પિતા અને પુત્રીનું મોત થયાં છે.
જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે વહેલી સવારે બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઘટનાને પગલે હાઇવે પર વહેલી સવારે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. ભેગા થયેલા લોકોએ જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે.

Social