અમિતભાઈ શાહ આવતીકાલે શેલામાં 21 કરોડના ખર્ચે તળાવ બ્યુટીકેશન અને બગીચાનુ લોકાર્પણ કરશે

                    દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી,ગાંધીનગર લોક સભાના સાંસદ અમિતભાઈ શાહ 19 નવેમ્બરે 2024ને મંગળવારે સાંજે સાણંદના શેલા ગામે તળાવ બ્યુટીકેશનના અને બગીચાનું લોકાર્પણ કરશે. કાર્યક્ર્મને લઈને  તંત્ર દ્વારા સમગ્ર કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 
                  આ અંગે સાણંદ વિધાનસભાના ભાજપ મીડિયા સેલના ઇન્ચાર્જ કિરીટસિંહ નટુભા વાઘેલા અને સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ વસંતબા વાઘેલાએ જણાવ્યુ કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 19 નવેમ્બરે સાંજે 5 કલાકે  સાણંદના શેલા ગામે 21 કરોડના ખર્ચે તળાવ બ્યુટીકેશન અને ગાર્ડનનું સાર્વજનિક ઉપયોગ હેતુ લોકાર્પણ કરશે.  સાણંદ તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. કેન્દ્રિય ગૃહ મંત્રીના આગમને લઈને કાર્યક્ર્મ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.
Social