સાણંદના ગિબપુરા પાસે વાહનની ટક્કરે લેખંબાના વૃદ્ધનું મોત
સાણંદના લેખંબા ગામના વૃદ્ધ બાઈક લઈને સાણંદ સરખેજ હાઇવે પર ગીબપુરા તરફ જતા હતા તે દરમિયાન ગીતપુરા રેલવે બ્રિજ નીચે કોઈ બેફામ જતા કોઈ અજાણ્યા વાહન ચાલકે આ વૃદ્ધના બાઇકને ટક્કર મારીને ફરાર થયો હતો. જેમાં વૃદ્ધને ઈજા મોત થયું હતું. સમગ્ર મામલે સાણંદ પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદ તાલુકાના લેખંબા ગામે રહેતા રાજાભાઈ મોતીભાઈ ચૌહાણ (ઉં.65) બાઈક લઈને લેખંબા ગામેથી સાણંદના ગીબપુરા તરફ જતા હતા, ત્યારે ગીબપુરા રેલવે બ્રિજ નીચે કોઈ વાહન ચાલકે તેનું વાહન પુર ઝડપે અને ગલતભરી રીતે હંકારી રાજાભાઈના બાઈક સાથે ભટકાડી ફરાર થયો હતો.
અકસ્માતમાં રાજાભાઈને શરીરે ગંભીર થઈ હતી. અકસ્માત થતાં નજીકથી લોકો દોડી આવ્યા હતા, ઇજાગ્રસ્ત રાજાભાઈને 108 મારફતે સાણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરે તેઓની તપાસ કરીને મરણ જાહેર કર્યા હતા. આથી તેઓની લાશને સાણંદ સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરાવી હતી સમગ્ર મામલે પરિવારજનોએ સાણંદ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના પહોંચ્યો હતો. સમગ્ર મામલે વિનોદભાઈ ભીખાભાઈ પરમારએ સાણંદ પોલીસમાં અજાણા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.
