PM-JAY યોજના હેઠળ સાત હોસ્પિટલો સહીત 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સસ્પેન્ડ : ગુજરાત આરોગ્ય વિભાગ

ગુજરાતમાં હાલમાં જ PM-JAY યોજનાનો ખોટી રીતે ઉપયોગ કરીને સરકાર પાસે પૈસા પડાવી લેવાનું કૌભાંડ કરવા માટે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ નું નામ સામે આવ્યું હતું ત્યારબાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ અને તરતજ એ મામલે અત્યારે કાર્યવાહીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા PM-JAY યોજનામાંથી સાત જેટલી હોસ્પિટલનો સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

ગુજરાત આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા કૌભાંડી ડૉક્ટરો અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં એવી અનેક હોસ્પિટલ છે, જેમાં PM-JAY યોજનાનો ખોટી રીતે ઉપયોગ કરીને સરકાર પાસે પૈસા પડાવી લેવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. એવામાં હાલમાં આવી અનેક હોસ્પિટલોના નામ પણ સામે આવતા સરકાર દ્વારા આવી મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં અવી છે. નોંધનીય છે કે, અત્યારે PM-JAY યોજનામાંથી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત અન્ય 03 હોસ્પિટલ, સુરત-વડોદરા-રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે.આમ કુલ મળીને સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. આમ આરોગ્ય વિભાગની આ કાર્યવાહી PM-JAYમાં આવતી અન્ય હોસ્પિટલો માટે પણ ચેતવણીરૂપ છે.

મળતી માહિતી મુજબ આરોગ્ય વિભાગ દ્વારા સાત હોસ્પિટલોની સાથે સાથે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમાં DCH સ્પેશિયાલિસ્ટ Dr. Hiresh Mashru, Radiation Oncologist Dr. Ketan Kalariya, Surfical Oncologist Dr.Mihir Shah અને Cadidaogist Dr. Prashant Vazirani ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ ડૉક્ટરોને PM-JAY યોજનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેથી આવી રીતે અન્ય કોઈ હોસ્પિટલમાં ડૉક્ટરો કૌભાંડ કરતા પહેલા વિચાર કરે!

Social