અમદાવાદ શહેરમાં 13 પોલીસકર્મીઓની જિલ્લાફેર બદલી, બદલીથી અનેક ચર્ચા
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની મોટી બૂમ પડતા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 13 પોલીસકર્મીઓની અન્ય જિલ્લાઓમાં બદલી કરી
દેવામાં આવી છે. આ પોલીસ કર્મચારીઓને બદલી કરી
દીધા બાદ શહેરમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે,
આ સમગ્ર બદલીઓ થતા અમદાવાદ શહેર પોલીસમાં ચર્ચાનો વિષય બન્યો છે તેની સાથે અમદાવાદ શહેરની એક મહત્વની બ્રાન્ચમાંથી પણ એક પોલીસ કર્મચારીની જિલ્લામાં બદલી થતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે બીજા કેટલાક પોલીસકર્મીઓ પણ આ લિસ્ટમાં સામેલ છે જે અગાઉ અનેક વખત વિવાદમાં આવ્યા છે અને શહેરની કે કંપનીમાં પણ ફરજ પર મૂકવામાં આવ્યા હતા.
