સાણંદમાં રાધે વીલા સોસાયટી રોડ પર ગટર ઉભરાતા ચોમાસા જેવો માહોલ : રોગચાળાની દહેશત
સાણંદમાં રાધે વીલા સોસાયટી રોડ ગટરના પાણીથી ઉભરાઇ છે.જેની અસહ્ય દુર્ગધ થી સ્થાનિક નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. ઘોડાગાડી કાણેટી રોડ પર રાધે વીલા સોસાયટી તરફ જવા માર્ગ પર આવેલ 15 દિવસથી ગટર ઉભરાઇ છે.
આ રોડ પર રાધે ગિરીવર, રાધે ગોવિંદ, રાધે કેશવ, રાધે વિલા સહિત અને સોસયટીઓ આવેલ છે તેમજ શાળા પણ આવેલી છે. રોડ પર ગટરના દૂષિત પાણી વહેતુ હોવાથી અસહ્ય દુર્ગઘ મારવાના કારણે સ્થાનિક નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે સમસ્યાનો ઉકેલ લાવવા લોક માંગ ઉઠી છે.
