વિરમગામમાં ટ્રેન્ટ ગામના ઈસમનો મોબાઈલ ચોરનારા 2 પકડાઈ ગયા

વિરમગામમાં ટ્રેન્ટના ભાઈલાલભાઈ પટેલ 18 નવેમ્બરે સવારે બજારમાં ખરીદી માટે આવ્યા હતા 1:30 વાગે સામાનની ખરીદી કરી વિરમગામ બસ સ્ટેન્ડ આવતા શર્ટના ખિસ્સામાં રહેલો મોબાઇલ કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયાનું ધ્યાને આવતા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે તપાસ કરી એક યુવક અને મહિલાને મોબાઈલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળેલ કે ભાવેશ ઉર્ફે ભાવલો ભલાભાઇ રાઠોડ (હાલ રહે સરખેજ સાણંદ સર્કલ પાસે , મૂળ રહે. પાયરી ગામ, સાપર વેરાવળ) અને ગીતાબેન વિકુભાઈ જીવાભાઇ સોલંકી (ઉં.વ.45 હાલ રહે.સરખેજ સાણંદ સર્કલ પાસે ) ને ચોરીના મોબાઈલ સાથે પકડી આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો તેમજ આરોપીઓની વધુ પૂછપરછમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અમદાવાદ શહેર મા 3, જુનાગઢ માં 1 સહિત કુલ પાંચ ગુનાને અંજામ આપ્યો હોવાનું જા‌ણવા મળ્યુ હતુ. આ કામગીરીમાં વિરમગામ ટાઉન પીઆઇ કે. એસ. દવે, પીએસઆઇ એમ.ડી.જયસ્વાલ, આ.પો. કો. મુકેશભાઈ જેરામજી, જયેન્દ્રસિંહ ભુરાભાઈ સહિતના જોડાયા હતા.

Social