દાણીલીમડામાંથી રૂ. 1.30 કરોડના ડ્રગ્સ સાથે એક ઝડપાયો

અમદાવાદમાં સતત બીજા દિવસે એમડી ડ્રગ્સ ઝડપાયું છે. બુધવારે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી રૂ. 25.68 લાખના એમડી ડ્રગ્સ સાથે ડ્રગ્સની સિન્ડિકેટનો પર્દાફાશ થયા બાદ ગણતરીના કલાકોમાં જ શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે એક શખ્સને સવા કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીના કબજામાંથી પોલીસે બે હથિયાર અને 40 જીવતી કારતૂસ પણ મળી હતી.
દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપાયેલો આરોપી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો?, તેની પાસેથી ઝડપાયેલાં હથિયારનો ક્યાં ઉપયોગ કરવાનો હતો એ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Social