અમદાવાદમાં પોલીસે કોમ્બિંગ દરમિયાન 50થી વધુ તોફાની તત્વોને હથિયાર સાથે ઝડપી લીધા

શહેરમાં લો-એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કથળતા પોલીસ રાતોરાત એક્શન મોડ પર આવી ગઇ હતી અને ઠેરઠેર કોમ્બિંગ હાથ ધર્યુ હતું. પોલીસે કોમ્બિંગ દરમિયાન શહેરના જુદા-જુદા વિસ્તારમાં હથિયાર લઇને ફરતા 50થી વધુ તોફાની તત્વોને ઝડપી પાડ્યા છે.
ગત મોડીરાતે શહેર પોલીસ કોમ્બિંગ કરી 50થી વધુ ટપોરીઓને ઘાતકી હથિયાર સાથે ઝડપી લીધા છે, જ્યારે દારૂની બે બોટલ સાથે પણ એક યુવક ઝડપાયો છે. પોલીસનું કોમ્બીગ હાલ ચાલુ છે અને હજુ પણ તોફાની તત્વો ઝડપાશે.

Social