સાણંદમાંમાં 120 ગ્રાહકોe બાકી વીજબિલના રૂ.20 લાખ ન ભરતા મીટર જપ્ત
સાણંદ અને તાલુકા પંથકમાં વીજબિલ નહીં ભરનાર ગ્રાહકો સામે વીજ બિલની વસૂલાત માટે યુજીવીસીએલ તંત્રે ગુરૂવારથી કડક હાથે કાર્યવાહી શરૂ કરતાં આવા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે,
યુજીવીસીએલની 24 ટીમે શહેર અને તાલુકાના 11થી વધુ ગામોમાં વીજબિલના બાકી લેણાંની વસૂલાત માટે ડોર ટુ ડોર ગ્રાહકો પાસે જઈ એક દિવસમાં બાકી વીજબિલના રૂ.1.47 કરોડ લેણાંની રકમ રીકવર કરી હતી.
જયારે 120 ગ્રાહકોe બાકી વીજબિલના રૂ.20 લાખ ન ભરતા મીટર જપ્ત કરાયું છે.
સાણંદ 1 સબ ડિવિઝનમાં અંદાજે એક વર્ષથી આશરે જે ગ્રાહકો ભરપાઈ ન કરતાં આવા વીજગ્રાહકો સામે તંત્રે કાર્યવાહી હાથ છે. યુજીવીસીએલની 24 ટીમે પોલીસ પ્રોટેક્સન સાથે સાણંદ શહેરના અલગ અલગ વિસ્તારમાં તેમજ તાલુકાનાં ફાંગડી,લેખબા,ગોરજ, જુડા, જુવાલ, વીંછયા, માણકોલ, અણદેજ, ચેખલા, ભાવાનપુર, વાસણા, રૂપાવટી, વડનગર સહિત ગામમાં જે ગ્રાહકો વીજબિલ ન ભર્યું હોય તેવા લોકો પાસે વીજબિલના બાકી નાણાંની રીકવરી શરૂ કરી હતી. એક જ દિવસમાં યુજીવીસીએલની 24 ટીમે 640 ગ્રાહકો જેઓ પાસેથી બાકી વીજ બિલના લેણાના રૂ.1.47 કરોડની રિકવરી કરી હતી. કેટલાક ગ્રાહકોએ તાત્કાલિક બાકી વીજ બિલ ભરવા માટે યુજીવીસીએલની ઓફિસે દોડ્યા હતા, જ્યારે મોટાભાગના ગ્રાહકોએ સ્થળ પર જ બાકી વીજ બિલના નાણાંની ચૂકવણી કરી છે. જ્યારે 120 ગ્રાહકે જેના અંદાજે 20 લાખ રૂપિયા વીજબિલના બાકી લેણાની રકમ ભરપાઈ ન કરતાં તેઓના વીજ કનેક્શન તંત્રે કાપી નાખી મીટર જપ્ત કર્યું છ.
