સ્ટેટ મોનીટરીંગ સેલના સાણંદમાં દરોડા : 300 લિટર દેશી દારુ ઝડપાયો

ગુજરાત સરકાર દ્વારા પણ આવા નશાકારક પદાર્થની માહિતી મળતા તરતજ તેના સામે એક્શન લેવામાં આવી રહી છે. તે છત્તા તાજેતરમાં અમદાવાદ નજીક થી દેશી દારૂ પર પ્રતિબંધ હોવા છતા તેની ભઠ્ઠી ઝડપાઈ છે. હાલમાં અમદાવાદના સાણંદ GIDC પાસે આવેલ ખોરજ ગામમાં ફાટી તળાવ પાસેથી દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદના સાણંદ GIDCમાં દરોડા પાડ્યા બાદ ખોરજ ગામમાં ફાટી તળાવ પાસેથી દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ છે. જેમાંથી 60 હજારની કિંમતનો 300 લિટર દેશી દારુ ઝડપાયો હતો. ઉપરાંત સ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી. વળી મુખ્ય આરોપી ફરાર થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ સ્થળ પર થી દારુ સહિત 2.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Social