Breaking News
સાણંદના મોડાસર ગામમાં મારા મારીમાં વૃદ્ધની હત્યા
સાણંદ તાલુકામાં ફરી હત્યારનો બનાવ બન્યો છે. દસ દિવસની અંદરમાં સાણંદ તાલુકામાં
હત્યારના બે બનાવ થયા છે. આજે સાણંદ તાલુકાના મોડાસર ગામે રાવલ વાસમાં રીક્ષા મુકવાના ઝગડામાં આધેડની હત્યા થઈ છે.
અમદાવાદ જિલ્લાના સાણંદના મોડાસર ગામમાં પ્રાથમિક શાળા સામે રાવળ વાસમાં રહેતા જીલુભાઈ ચિકાભાઈ રાવળના દીકરા ભરતભાઈને રિક્ષા મુકવા બાબતે પાડોસી સાથે બોલાચાલીમાં પાડોસીના પરિવારે
લાકડી,પાઈપોથી જીલુભાઈ ચિકાભાઈ રાવળ અને દીકરા ભરતભાઈ ઉપર ઉપર હુમલો કર્યો અને જીલુભાઈને છરીના ઘાં મારતાં વૃદ્વને બાવળા સરકારી દવાખાને ખસેડ્યા હતા, જીવલેણ હુમલામાં જીલુભાઈ રાવળનું મોત નીપજ્યું હતું. ઝઘડામાં બીજા બે લોકોને પણ છરી વાગતા બાવળાની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. હત્યાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો બાવળા હોસ્પિટલમાં દોડી આવ્યો હતો.
