નારોલની ફેકટરીમાં ભીષણ આગ 4 કલાકની જહેમત બાદ આગ કાબુમાં
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલાં મહાલક્ષ્મી ફેબ્રિક કોટન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 8 જેટલી ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. જે બાદ આગ વધુ વિકરાળ હોવાથી 20 જેટલી ફાયરની ગાડી દોડી હતી. આશરે ચાર કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગ લાગવાના કારણે ધુમાડા દૂર-દૂર સુધી દેખાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, નારોલ વિસ્તારમાં મહાલક્ષ્મી ફેબ્રિક નામની ચાદર બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફેક્ટરી બંધ હતી તે દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી.
