વિરમગામમાં 7 પોલીસ સ્ટેશનનો 7 વર્ષમાં પકડેલ 1.14 કરોડનો વિદેશી દારૂ ઉપર રોલર ફર્યું
આજે તા.૨૭/૧૧/૨૦૨૪ ના રોજ વિરમગામ ડીવીજનના સાત પોલીસ સ્ટેશનનોમાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૪ સુધી પ્રોહી એકટ અંતર્ગત પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ આરોપીઓ પાસેથી પકડી પાડવામાં આવેલ જેમાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના કુલ ૯૩ ગુનાઓમાં કુલ નાની મોટી બોટલો /બીયર ટીન મળી કુલ ૧૨,૦૭૮/- બોટલો જેની કુલ કિ.રૂ. ૨૭,૮૬,૫૪૪/- નો તેમજ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન કુલ.૧૦ ગુનાઓમાં કુલ નાની મોટી બોટલો /બીયર ટીન મળી કુલ ૯૭૦૯ બોટલો જેની કુલ કિ.રૂ.૩૧,૬૧,૫૯૧/- નો તેમજ નળસરોવર પોલીસ સ્ટેશનના કુલ ૦૪ ગુનાઓમાં નાની મોટી બોટલો/બીયર ટીન નંગ. ૨૫૬૦ જેની કુલ કિ.રૂ.૧૦,૯૭,૧૦૦/- નો તેમજ વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનના કુલ.૧૬ ગુનાઓમાં નાની મોટી બોટલો/બીયર ટીન નંગ ૧૦,૩૦૪ જેની કુલ કિ.રૂ.૧૭,૮૨,૮૬૬/- નો તેમજ હાસલપુર પોલીસ સ્ટેશનના કુલ.૧૧ ગુનાઓમાં નાની મોટી બોટલો/બીયરના ટીન નંગ ૨૦૯૫/- કુલ કિંમત રૂ.૩,૭૦,૭૦૦/- નો તેમજ દેત્રોજ પોલીસ સ્ટેશનના કુલ ૧૦ ગુનાઓમાં નાની મોટી બોટલો /બીયર ટીન નંગ ૨૯૧૪ કુલ કિ.રૂ.૪,૬૪,૫૪૭/- નો તેમજ માંડલ પોલીસ સ્ટેશનના ૨૧ ગુનાઓમાં નાની મોટી બોટલો /બિયર ટીન નંગ.૧૦,૭૯૫ કુલ કિં.રૂ.૧૭,૪૯,૮૩૩/-નો એમ કુલ ૧૬૫ ગુનાઓમાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ નાનીમોટી બોટલો/બીયર ટીન કુલ નંગ ૫૦,૪૫૫ ના કિંમત રૂપીયા કુલ રૂ.૧,૧૪,૧૩,૧૮૧/-નો મુદ્દામાલ નાશ વિરમગામના પ્રાન્ત અધિકારી વી.એસ.દેસાઈ તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષક વિરમગામ વિભાગ વિરમગામ ડો.રોશની સોલંકી સહીતની હાજરીમાં વિરમગામ પોલીસ લાઇનની પાછળ આવેલ રેલ્વેની ખુલ્લી જગ્યામાં હેલીપેડ ઉપર અલીગઢ ખાતે નાશ કરવા આવ્યો હતો
