બગોદરા પાસેથી પોલીસે લોડીંગ ગાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો

બગોદરા પોલીસ ની ટીમ બગોદરા ધંધુકા ઓવરબ્રીજ ટોલટેક્ષના છેડે વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન એક અશોકલેલન લોડીંગ ગાડી નં. GJ-03-82-3362 ની આવતા તેમાં ભંગાર જેવા ખાલી કેરેટ ભરેલ હોય જેથી શંકા જતા ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતિયદારૂની પ્લાસ્ટીકની ૧૮૦ મી.લી.ની કુલ બોટલો નંગ 3000 તથા ઉપરોકત લોડીંગ ગાડી સાથે પ્રથમ બે ઇસમોને પકડી તેઓને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરી આ દારૂનો જથ્થો મંગાવનારની વિગતો મેળવી ટેકનીકલ સપોર્ટ આધારે આરોપીઓની શોધખોળ કરતા દારૂ મંગાવનાર મુખ્ય આરોપી બગોદરાથી વિરમગામ થઇ સુરેન્દ્રનગર તરફના રોડ ઉપર જતો હોવાનું જણાયેલ, જેથી તાત્કાલીક સુરેન્દ્રનગર જિલ્લાના લગત પોલીસ સ્ટેશનોનો સંપર્ક કરી એક ટીમ સાથે સુરેન્દ્રનગર જઈ મેક્સન ચોકડી નજીકથી લોકલ પોલીસની મદદથી દારૂ મંગાવનાર મુખ્ય આરોપી તથા તેની સાથે ઉપરોક્ત ગાડીનુ અર્ટીગા ગાડીથી પાયલોટીંગ કરનાર મુખ્ય આરોપી સહીત બે ઇસમોને પકડી આ ગુનાના કામે કુલ ૪ ઇસમોને બે વાહનો તથા ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂ કુલ કિ.રૂા. રૂા.૪,૨૨,૫૦૦/ સહીત કુલ રૂા.૧૪,૩૪,૫૦૦/ નો મુદ્દમાલ પકડી પાડ્યો હતો.

પકડાયેલ આરોપીઓના નામ

(૧) સલીમભાઇ ઇશાકભાઇ વાજીદભાઈ કાદીર ઉ.વ.૫૧ રહે. ૧૪૭, એકતા નગર, કોલોની-૨ જંગલેશ્વર, રાજકોટ મુળ રહે.ખપરીપુર થાના બલરામપુર, પોસ્ટ.બીરપુર જિ.બલરામપુર (ઉત્તર પ્રદેશ)

(૨) આકિબ ઇકબાલભાઇ બાબુભાઇ બેલીમ ઉં.વ.૨૬ ધંધો ડ્રાઇવીંગ રહે.૯૯ સ્લમ કર્વાટર્સ, બાપુનગર મેઇન રોડ, એકતા સોસાયટી, ગેટની અંદર, જીલ્લા ગાર્ડન, બાપુનગર, રાજકોટ

(૩) દિલાવર ઉર્ફે જીણી સ/ઓ સલીમભાઇ મકરાણી ઉ.વ.૩૩ રહે. જીલ્લા ગાર્ડન ચોક બાળકોના સ્મશાન પાસે, શેરી નંબર ૪.૭ નો ખૂણો ધાંચીવાડ, રાજકોટ શહેર

(૪) સઇદ ઉર્ફે મહમદ વાહીદભાઇ રફાઇ ઉ.વ.૩૬ રહે. જગલેશ્વર મેઇન રોડ, શેરી નં.૨૬, તવક્કલ ચોક રાજકોટ

Social