લોથલમાં ભેખડ ધસી પડતાં એકનું ઘટનાસ્થળે જ મોત
લોથલમાં આજે ભેખડ ધસી પડતાં બે મહિલા અધિકારી દટાયાં હતાં. દિલ્હી અને ગાંધીનગરથી માટીનાં સેમ્પલ માટે ગયેલાં બંને મહિલા અધિકારી સેમ્પલ મેળવી રહ્યાં હતાં ત્યારે જ ભેખડ ધસી પડતાં બંને દટાયાં હતાં. એમાં એક મહિલા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું,
લોથલ હેરિટેજમાં માટીના સેમ્પલ લેવાં જતાં 2 મહિલા દટાયા હતા, આશરે 2 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યું કરાયું હતું અને મૃતક અને ઈજાગ્રસ્તને સામુહિક કેન્દ્ર લઈ જવાયા, ઘટનાની જાણ થતાં ગ્રામ્ય SP, DYSP ઘટનાસ્થળે પહોંચ્યા હતા
