સાણંદમાં બાઈક સ્લિપ થઈ જતાં યુવકનું મોત
સાણંદના બાયપાસ કોલટ રોડ પાસે બાઈક સ્લીપ મારી જતા ચાલકને ગંભીર અને તેની પાછળ બેઠલ ઈસમ પણ ઈજાગ્રસ્ત બન્યો હતો. જો કે બાઈક ચાલક યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું.અમદાવાદના ઘાટલોડિયામાં રહેતો અને મૂળ રહે.બિછોલી ગામ મધ્યપ્રદેશનો રીંકુ રામકરણ પ્રજાપતિ (ઉં.23) હેલ્પર ધંધો કરતો હતો.
રીંકુ પ્રજાપતિ અને તથા રવિ રાજેશ કીરાર બંને જણાં અમદાવાદથી સાણંદ આવતા હતા તે વખતે બાઇક રીંકુ પ્રજાપતિ ચલાવતો હતો અને સાણંદ બાયપાસ કોલટ જવાના રોડ પાસે બમ્પ આવતા બાઈક ૫ૂર ઝડપે હોવાથી અને બાઇક સ્લીપ મારી જતાં બંનેને ઈજા થતાં પ્રથમ સી.એચ.સી. સાણંદ ખાતે ત્યાંથી સોલા સિવીલ અમદાવાદ અને ત્યાંથી અમદાવાદની અસારવા સિવીલ આઈ.સી.યુ. વિભાગમાં દાખલ કર્યા હતા. રીંકુ રામકરણ પ્રજાપતિને માથામાં ગંભીર ઇજા અને રવિ કીરારને સામાન્ય ઇજા પહોંચી હતી. રીંકુ રામકરણનું સારવાર દરમ્યાન મોત થયુ હતું.
