ઉલારિયા નજીકના ફ્લેટમાં ચોરી‎કરનાર ઈસમ બોપલથી પકડાયો‎

ગત ઓક્ટોબરમાં ઉલારિયા પાસે સત્યેશ રેસિડેન્સીમાં મહિલા તેના બાળકોને ટ્યુશનમાં મૂકવા ઘરને લોક કરીને ગયા હતા ત્યારે ચોરે ઘરની ડ્રેનેજ લાઇનની જગ્યામાંથી બંધ મકાનના બાથરૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ મળી કુલ રૂ.99,000 ની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર બનાવવા અંગે ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે બોપલ વિસ્તારમાંથી ચોરને પકડી ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગ્રામ્ય એલ.સી.બી.એ ઇન્સપેક્ટર આર.એન. કરમટીયાએ જિલ્લામાં અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા ટીમો બનાવી હતી તે દરમ્યાન હે.કો. નરેન્દ્રસિંહ ચાવડા તથા પો.કો મહેન્દ્રસિંહ સોલંકીને મળેલ બાતમી આધારે સનાથલમાં સત્યેશ રેસિડેન્સીના એફ.102 માં થયેલી ચોરીના ગુનાના આરોપી બિરાજ રમેશભાઇ ઝેણાભાઈ પટેલ (રહે. બી/20, આવાસકુંજ સોસાયટી, જોધપુર ગામની પાછળ,સેટેલાઇટ, અમદાવાદ મુળ રહે. રાંચરડા લીમડી વાસ, તા.કલોલ, ગાંધીનગર)ને બોપલ વિસ્તારમાંથી પકડી લીધો હતો, એલસીબીએ તેની પાસેથી સોના-ચાંદીના દાગીના (કી.રૂ. 38160/-), રોકડા 10 હજાર, 1 મોબાઇલ, તથા ઘરફોડ ચોરીમાં વાપરેલા એક્ટિવા સાથે ઝડપી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી તેની પુછપરછ કરતાં ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ અન્ય ગુન્હા કર્યો હોવાનું ખૂલતાં અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. ટીમે વધુ તપાસ ધરી છે.

Social