સાણંદ પ્રાંત અધિકારીને ઝાંપ ગામના ખેડૂતોએ આવેદન પાઠવી સરકારી જગ્યામાંથી દબાણ દૂર કરવા માંગ કરી

સાણંદના ઝાંપ ગામે અલગ અલગ અલગ સરવે નંબરમાં દબાણોના કારણે ખેતીલાયક જમીનમાં પાણી ભરાતા પાકને નુકશાન થતા ગામના મોટી સંખ્યામાં ખેડૂતો સાણંદ પ્રાંત કચેરીએ એકત્રિત થઇ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સરકારી જગ્યા માંથી દબાણ દૂર કરવા માગ કરી છે.
સાણંદ તાલુકાનાં ઝાંપ ગામેના ગલાભાઈ જેરામભાઈ વણકર સહિત ખેડૂતોએ સાણંદ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ગામ ઝાંપની સીમના સરવે નંબર 488 પૈકી 5, 489, 491, 492, 499 પૈકી, 499 પૈકી 1 થી 499 પૈકી 22 સુધીના દરેક ખાતેદારોના સરવે નંબરોમાં દબાણના કારણે પાણીનો નિકાલ ના થવા દેતા હાલ સુધી પાણી ભરાયેલા છે તેના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને ખેતીલાયક જમીનને નુકશાન થઈ રહ્યું છે. સરદાર આવાસ તથા ઇન્દિરા આવાસમાં દબાણના કારણે ત્યાંના રહેવાસીઓના ઘરમાં પાણી ભરાઈ છે. ગ્રીન લેન્ડ કંપની દ્વારા ગેરકાયદે દબાણ કરાયું છે તથા સરકારી જગ્યામાં પણ દબાણને સત્વરે દૂર કરાવવા માગ કરી હતી. હજુ સુધી પાણી ભરાયેલુ રહેવાથી આગામી રવીપાક પણ થઈ શકે તેમ નથી જેના કારણે ખેડૂતોને નુકશાની થઈ શકે તેમ છે તેવું જણાવી દબાણ દૂર કરવા માગ કરી છે.

Social