નાર્કોટીકસનાં ગુનામાં દોઢ વર્ષથી ફરાર કેદી પકડાઈ ગયો

અમદાવાદ ગ્રામ્ય પેરોલ પેરોલ ફર્લો સ્કવોર્ડે અને એલ.સી.બી. ટીમે નાર્કોટીકસનાં ગુનામાં દોઢ વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલા પેરોલ જમ્પ કેદીને ઝડપી જેલ હવાલે કર્યો છે.
જિલ્લામાં પેટ્રોલિંગ દરમ્યાન એએસઆઈ અજયસિંહ ચુડાસમા તથા પો.કો અજીતસિંહ પઢેરીયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે નાર્કોટીકસનાં ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી વચગાળાના જામીન પર ફરાર રહેલા કાચા કામના કેદી અમીત વનરાજસિંહ વાઘેલા (રહે. ચેખલા તા.સાણંદ)ને દબોચી લઈ અમદાવાદ સાબરમતી જેલ મોકલી આપ્યો હતો. .

Social