સાણંદ છેતરપિંડી કેસમાં 20 વર્ષથી ફરાર આરોપી ઝબ્બે

સાણંદ પોલીસ સ્ટેશનમાં વર્ષમાં 2004 નોંધાયેલ વિશ્વાસઘાત, છેતરપિંડીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર આરોપીને ગ્રામ્ય એસઓજીની ટીમે અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાંથી ઝડપી રાઉન્ડઅપ કરી સાણંદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. એ.એસ.આઈ. મનુભાઈ વજુભાઈ તથા પો.કો. હાર્દિકકુમાર રણમલભાઈને સંયુક્ત રીતે મળેલ બાતમી હકીકત આધારે સાણંદ પોલીસ સ્ટેશન વર્ષ 2004ના વિશ્વાસઘાત, છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ અને ફરાર આરોપી મદનલાલ રામલાલ જલાની (રહે. વિનસ પાર્ક લેન્ડ, વેજલપુર અમદાવાદ)ને પકડી લેતા ચકચાર મચી જવા પામી હતી.

Social