બાવળા RTOમાં 2 દિવસથી સર્વર ઠપ, ટેસ્ટ આપવા આવેલા 100થી વધુ લોકોને ધક્કો

બાવળા આરટીઓમાં છેલ્લા બે દિવસથી સર્વર ખોટકાઈ જતા અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો છે. પોતાના નોકરી ધંધામાંથી સમય કાઢી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવનાર 100 જેટલા અરજદારોને ધક્કો ખાવો પડ્યો હતો. આ બાવળા આરટીઓમાં વારંવાર સર્વર ખોટકાવાના કારણે અરજદારોને મુશ્કેલી પડતી હોય છે, જેના કારણે દેત્રોજ,વિરમગામ,ધોલેરાના લોકોને ધક્કો થઈ રહ્યો છે, આ ઉપરાંત સર્વર ડાઉન થવાના કારણે વિદેશ જનારા પ્રવાસીઓને ડ્રાઈવિંગ લાઈસન્સ કાઢવવામાં મુશ્કેલી આવી રહી છે, તેઓને લાઇસન્સ વગર જ વિદેશ જવા મજબૂર બન્યા છે. તેમ છતાં પણ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા અરજદારોની મુશ્કેલીનો ઉકેલ લાવવામાં આવતો નથી.

Social