ચલોડાની સીમના લુંટ કેસમાં ધોળકા રૂરલ પોલીસ દ્વારા શકમંદનો સ્કેચ જારી કરાયો
ધોળકાના ચલોડા ગામની કેનાલ પાસે તાજેતરમાં ખોડીયાર માતાજીના મંદિર ખાતે 8 અજાણ્યા ઇસમે 40 થી 45 વર્ષના ઈસમને ખાટલા સાથે દોરડાથી બાંધીને કુલ 1,57000 મતાની લૂંટ ચલાવી હતી આ કેસમાં પોલીસે એક શકમંદ ઈસમનો સ્કેચ તૈયાર કરી તેની માહિતી મળે તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરાઈ છે.
ચલોડા ગામની કેનાલ પાસે તાજેતરમાં ખોડીયાર માતાજીના મંદિર ખાતે 8 અજાણ્યા ઇસમે ઈસમને ખાટલા સાથે દોરડાથી બાંધીને ધાબાવાળા શેડમાં કેબિનમાં લાકડાના ટેબલના ખાનામાં મુકેલા રોકડ રકમ 1,50,000 રૂપિયા તથા કેમેરાનું ડી.વી.આર કિંમત 5,000 રૂપિયા તથા સોલાર પેનલ ચાર્જિંગ કરવાની બેટરી કિંમત રૂપિયા 2000 મળે ઈસમને ખાટલા સાથે દોરડાથી બાંધીને કુલ 1,57000 મતાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.આ બનાવ બાબતે અજાણ્યા ઇસમો પૈકી એક શકમંદ ઈસમનો સ્કેચ તૈયાર તપાસ શરૂ કરી છે.
