લખતર-સુરેન્દ્રનગર હાઇવે પર ઝમર નજીક અકસ્માતમાં યુવકનું મોત
લખતર સુરેન્દ્રનગર હાઇવે પર ઝમર નજીક બાઇક અને ગાડીનો અકસ્માત સર્જાતા લખતરના 20 વર્ષીય યુવકનું મોત થયું હતુ.
લખતરમાં વસવાટ કરતો 20 વર્ષીય રવિકુમાર હસમુખભાઇ લખતરિયા સુરેન્દ્રનગર થી લખતર તરફ આવી રહ્યા હતા ત્યારે ઝમર નજીક પહોંચતા સામેથી આવી રહેલ કાર સાથે અકસ્માત સર્જાયો હતો.જેમા રવીકુમારને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમા તેઓનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ.અકસ્માતને લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી
