તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત વિરમગામ ટાઉન પોલીસે ૭,૬૩,૦૦૦નો મુદ્દામાલ પરત કર્યો

નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.ચૌહાણ વિરમગામ વિભાગ વિરમગામ નાઓ દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે/અરજી/સાયબર ફ્રોડ દ્વારા ફરીયાદીનો ગયેલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે.તે મુદ્દામાલ ફરીયાદી/ભોગબનનારને ઝડપથી પરત મળી રહે અને નાગરીકો માં પોલીસની પોઝીટીવ છબી નિર્માણ થાય તે હેતુથી અરજદાર ની કોર્ટમાં મુદ્દામાલ છોડાવવાની અરજી અને નામદાર કોર્ટ માં રૂબરૂ જઇ મુદ્દામાલ છોડવા અંગેના હુકમ માટે ઝડપી પ્રક્રીયા કરી હુકમો મેળવી આ મુદ્દામાલ પર જેમનો હક છે તેવા ફરીયાદી/ભોગબનનારને તેમનો મુદ્દામાલ ત્વરીત પરત મળી રહે તે રીતે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.અને આ મુદ્દામાલ તેના મુળ માલિકને સોંપવા માટે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ નું આયોજન કરી મુદ્દામાલ પરત સોંપવામાં આવેલ છે. જેમાં વાહન, બાઈક, મોબાઈલ મળી કુલ રૂ.૭,૬૩,૦૦૦નો મુદ્દામાલ પરત કર્યો છે.

Social