સાણંદમાં 300 મતદાન મથકોએ 3 દિવસમાં 5219 ફોર્મ મળ્યાં
રાજ્યમાં 1 જાન્યુઆરી 2025ના રોજ 18 વર્ષ પુર્ણ કરનારા યુવાનો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે તે માટે નવેમ્બરમાં યોજાયેલ ખાસ ઝુંબેશના ગત ત્રણ દિવસોમાં સાણંદમાં બીએલઓને નામ નોંધણી, સ્થળાંતર, સુધારા- વધારા સહિતની અરજી માટે 5219 ફોર્મ મળ્યાં ફોર્મ મળ્યા છે.
સાણંદમાં ગત તા. 17, 23 અને 24 નવેમ્બર દરમ્યાન ત્રણ દિવસ અંતર્ગત 300 મતદાન મથકો ખાતે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. ગત તા.24 નવેમ્બર દરમ્યાન સાંજે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સંપન્ન થયો હતો. જેમાં લોકોએ અરજદારોએ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા અંગે ફોર્મ ભર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદમાં યોજાયેલ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસોએ મતદાન મથકો ખાતે 300 બીએલઓ, 27 સુપરવાઇઝર બુથ પર હાજર રહ્યા હતા.
કાર્યક્રમને લઈને અલગ અલગ મથકોએ અધિકારીએ નિરીક્ષણ કર્યું હતું. મતદારયાદીમાં નવા નામ નોંધણી માટે 2502 નાગરિકોએ ફોર્મ નંબર 6 ભર્યા હતા. જેમાં 18-19 વર્ષના 1112 લોકોએ ફોર્મ ભર્યું હતું. મરણ, સ્થળાંતર, ડુપ્લિકેશન નામ કમી માટે 720 ફોર્મ નંબર 7 ભરાયા હતા. તેમજ મતદારયાદીમાં વિગતો સુધારા-વધારા માટે 1918 લોકોએ ફોર્મ 8 ભરાયા હતા. જ્યારે 79 આધાર કાર્ડ સાથે લિન્ક કરવા માટે ફોર્મ 6 બી ભરાયા હતા. આમ, સાણંદમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કુલ 5219 લોકોએ ફોર્મ ભર્યા હતા.
