સાણંદમાં ચોરીની બાઇક અને રિક્ષા લઈને ફરતા કોલટના યુવક અને સગીર પકડ્યા

મોજશોખ પૂરા કરવા ભાડજ વિસ્તારમાંથી સીએનજી રીક્ષા અને બાઇકની ચોરી કરી સાણંદ વિસ્તારમાં ફરતા એક સગીર અને કોલટના એક યુવકને અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમે બાતમી આધારે સાણંદ પોલીસ સ્ટેશન પાસેથી પકડી રૂ. 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં કોલટ અને અણદેજના અન્ય બે યુવકોની સંડોવણી સામે આવી છે,
એસ.ઓ.જી. હે.કો. ગોપાલસંહ સરદારસિંહને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, એક ગ્રે કલરનુ બાઇક જેને નંબર પ્લેટ લગાવેલ નથી તથા એક CNG રીક્ષા જેની નંબર પ્લેટ લગાવેલ નથી અને તેની પાછળ ગરીબ લખેલ છે. તે બંને વાહનોની ચોરી કરી બે ઈસમો સાણંદ થી વિરમગામ તરફ જનાર છે.
જેથી પો.સ.ઇ. એ.એન.જાની, પો.સ.ઈ આઇ.કે.શેખ તથા હે.કો. ગોપાલસિંહ, મહેશભાઈ પરષોત્તમભાઈ, અજીતદાન સાગરદાન સહિત ટીમે સાણંદ પોલીસ સ્ટેશન નજીક રોડ પર વોચ ગોઠવી હકીકત આધારે તપાસ કરતાં બાઇક ચાલક તૌહીરઅહેમદ દાઉદભાઈ મોમીન (રહે.કોલટ તા.સાણંદ) તથા રીક્ષા ચાલક કાયદાના સંઘર્ષ માં આવેલ સગીરને રોકી ત્યારે રીક્ષામાં આગળ તથા પાછળના ભાગે કોઈ નંબર પ્લેટ લગાવેલ નથી. બાઇક તથા રીક્ષાના ચાલક સગીરને બંને વાહનો બાબતે કોઈ આધાર પુરાવો કે બંને વાહનોની આ૨.સી બુક માંગતા કોઇ આર.સી.બુક પોતાની પાસે ન આપી ગોળ ગોળ જવાબ આપતા બંનેને પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તી પ્રયુક્તિથી વધુ પુછપરછ કરતા તેઓ બંને તથા માહીર સુલેમાનભાઈ મોમીન (૨હે.કોલટ) તથા હબીબ સૈયદ (રહે.અણદેજ)એ ભેગા મળી આશરે મહીના પહેલા ભાડજ બ્રીજ નજીકથી આ સીએનજી રીક્ષા ચોરી કરી હોવાની કબુલાત રી હતી ભાડજ બ્રીજ નજીકથી બાઇક ચોરી હોવાનું ખૂલ્યું હતું.

Social