ધંધુકા પોલીસે ચોરીનો 1.60 લાખનો મુદ્દામાલ પરત કર્યો

અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત 6 વ્યક્તિઓને વાહન અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પરત અપાયો હતો. આ કાર્યક્રમ થકી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરા સાર્થક થાય અને સતત લોક જાગૃતિ દ્વારા લોકસંપર્ક જળવાય રહે તે ઉદ્દેશ હેઠળ કોઇ ચોક્કસ દિવસે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
ધંધુકા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો. જે અનુસાર ધંધુકા માં 6 ઈસમો ને તેમનો મુળ મુદ્દામાલ પરત કરાયો હતો. જેમાં ટુવીલર વાહન સહીત મોબાઈલ ફોનનો કુલ 1,49,994નો કુલ મુદ્દામાલ તેમના મુળ માલીકને પરત કરાયો હતો. જે લાભાર્થીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Social