રામોલમાં કંપનીના મેનેજરે ઠગાઈ કરતા આસિ. મેનેજરે આપઘાત કર્યો

અમરાઈવાડીમાં આવેલી મન્નાપુરમ ફાયનાન્સ લિ. કંપનીના બ્રાંચ હેડ મેનેજરે આસીસ્ટન્ટ મેનેજરના નામે લોન લઈને રૂપિયા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેના પગલે ઓડીટમાં આવેલી ઘટ ભરવાની જવાબદારી આસીસ્ટન્ટ મેનેજરના માથે આવી જતા તેણે ડિપ્રેશનમાં આવી જઈને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના મોટાભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં બ્રાંચના હેડ મેનેજર સામે ફરિયાદ નોંધાવી છે.
રામોલમાં આવેલી માતૃભક્તિ સોસાયટીમાં રહેતા હર્ષ વિશ્વકર્મા છેલ્લા એક વર્ષથી અમરાઇવાડીમાં મન્નાપુરમ ફાઇનાન્સ કંપનીમાં આસીસટન્ટ બ્રાંચ મેનેજર તરીકે નોકરી હતો. જેમાં તે ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. જેથી તેના ભાઈ સંદિપકુમારે તપાસ કરતા ગત 8 નવેમ્બરે તેમની ઓફિસમાં ઓડિટ થયુ હતુ તેમાં રૂ. 4.77 લાખની ઘટ આવે છે. જે ઘટ બ્રાન્ચ હેડ મેનેજર વિનય દેત્રોજીયાને આર્થિક મુશ્કેલી હોવાથી સિલકમાંથી લઇ ગયો હતો અને ગોલ્ડ લોનમાં સેટિંગ કરી લઇશુ તેમ જણાવ્યુ હતુ. જે બાદ વિનયે હર્ષના નામે લોન પણ લીધી હતી. ત્યારે સિલકમાં ઘટ આવે તો હેડ મેનેજર અને આસીસ્ટન્ટ મેનેજરને અડધી ભોગવવાની થતી હોય છે. તે સમયે વિનયે હર્ષને રૂપિયા આપવાની વાત કરી હતી. પરંતુ ઓડિટમાં લેખિત માંગતા વિનય ફરી ગયો અને અડધી રકમ આપવાનું જણાવ્યુ હતુ. જેથી હર્ષ આટલા રૂપિયા ક્યાંથી લાવશે તેથી ડિપ્રેશનમાં રહેતો હતો. જેને લઇને ગત 18 નવેમ્બરે તેને પોતાના ઘરે રૂમમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના મોટાભાઈ સંદિપકુમારે રામોલ પોલીસ સ્ટેશનમાં બ્રાંચ હેડ મેનેજર વિનય દેત્રોજીયા સામે તેમના ભાઈને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કર્યા મતલબની ફરિયાદ નોંધાવી છે.નોંધનીય છે કે મૃતક હર્ષે તેની ધર્મની બહેનને તેની તમામ વ્યથા જણાવી હતી.

Social